Saturday, March 28, 2026
HomeGujaratહળવદમાં વર્ષ ૨૦૧૭ મારામારીની ઘટનામાં મુખ્ય આરોપીને ૭ વર્ષ, અન્ય ત્રણને ૩...

હળવદમાં વર્ષ ૨૦૧૭ મારામારીની ઘટનામાં મુખ્ય આરોપીને ૭ વર્ષ, અન્ય ત્રણને ૩ વર્ષની સજા

મોરબી એડીશનલ સેશન્સ કોર્ટના મહત્વપૂર્ણ ચુકાદામાં હત્યાના પ્રયાસ કેસમાં ૪ આરોપીઓને સજા.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૭માં નોંધાયેલા મારામારી અને હત્યાના પ્રયાસના કેસમાં મોરબી એડીશનલ સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે ચાર આરોપીઓને દોષિત ઠેરવી મુખ્ય આરોપીને ૭ વર્ષની સખત કેદ અને અન્ય ત્રણ આરોપીઓને ૩ વર્ષની સજા ફટકારી છે. જૂની અદાવતનું ખાર રાખી બનેલા બનાવમાં જીવલેણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક વ્યક્તિને તલવારના ઘા સાથે ગંભીર ઈજા પહોંચી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.૦૬/૦૮/૨૦૧૭ ના રોજ હળવદ વિસ્તારમાં રામદેવ હોટલના ગ્રાઉન્ડમાં આરોપીઓએ ગેરકાયદેસર ટોળકી બનાવી ફરિયાદી પર હુમલો કર્યો હતો. પાઈપ અને ઢીકાપાટુ વડે માર મારવામાં આવ્યો હતો, જ્યારે વચ્ચે પડેલા છગનભાઈ કુકાભાઈને મુખ્ય આરોપી મહીપત ગોહીલે તલવારથી ઘા મારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા. આ બનાવ અંગે પોલીસ દ્વારા આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. કેસની સુનાવણી મોરબીની એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી હતી, જેમાં મૌખિક ૧૬ અને ૨૧ દસ્તાવેજી પુરાવા તથા સરકારી વકીલ સંજયભાઈ દવે દ્વારા મજબૂત દલીલો રજૂ કરવામાં આવી હતી.

જે તમામ પુરાવા તથા સરકારી વકીલની દલીલોને આધારે મોરબી એડિશનલ સેસન્સ જજ કમલ આર. પંડ્યા સાહેબ દ્વારા આરોપી મહીપત ગોહીલને હત્યાના પ્રયાસના ગુનામાં ૭ વર્ષની સખત કેદ અને દંડ ફટકાર્યો છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓને વિવિધ કલમો હેઠળ ૩ વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!