Saturday, March 28, 2026
HomeGujaratમોરબીમાં ભક્તિનગર સર્કલ ખાતે ૬૨.૪૨ લાખના ખર્ચે આધુનિક ગાર્ડન બનશે

મોરબીમાં ભક્તિનગર સર્કલ ખાતે ૬૨.૪૨ લાખના ખર્ચે આધુનિક ગાર્ડન બનશે

વોકિંગ ટ્રેક, લાઇટિંગ અને હરિયાળી સાથે નાગરિકોને મળશે આરામદાયક ખુલ્લી જગ્યા.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરમાં હરિયાળી અને નાગરિકોને સુવિધાસભર ખુલ્લી જગ્યા ઉપલબ્ધ કરાવવા માટે ભક્તિનગર સર્કલ નજીક રૂ.૬૨.૪૨ લાખના ખર્ચે આધુનિક ગાર્ડન બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ ગાર્ડનમાં વોકિંગ ટ્રેક, લાઇટિંગ, ગાર્ડન ફર્નિચર, લેન્ડસ્કેપિંગ અને સુરક્ષા માટે કંપાઉન્ડ વોલ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ શહેરના સૌંદર્યમાં વધારો થવાની સાથે લોકો માટે આરામ અને ફરવા માટે ઉત્તમ સ્થળ ઉપલબ્ધ થશે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ અને હરિયાળી વધારવા માટે ભક્તિનગર સર્કલ પાસે આધુનિક ગાર્ડન વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ.૬૨.૪૨ લાખ નક્કી કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટ હેઠળ પ્રવેશ દ્વાર, કંપાઉન્ડ વોલ, આંતરિક વોકિંગ ટ્રેક, ગાર્ડન ફર્નિચર અને આધુનિક લાઇટિંગ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. ગાર્ડનમાં ૧.૫ થી ૨ મીટર પહોળાઈનો સ્લિપ-રેઝિસ્ટન્ટ વોકિંગ ટ્રેક બનાવાશે, જ્યારે સુરક્ષા માટે આર.સી.સી. આધારિત કંપાઉન્ડ વોલ અને આકર્ષક એન્ટ્રી ગેટ તૈયાર કરવામાં આવશે.

લાઇટિંગ માટે ડેકોરેટિવ એલઇડી લાઇટ પોલ્સ અને અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ કરવામાં આવશે. ઉપરાંત લેન્ડસ્કેપિંગ અંતર્ગત લોન ડેવલપમેન્ટ સાથે વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે, જેમાં ટેબેબુિયા, ગુલમોહર, કેસુડો સહિતના વૃક્ષોનો સમાવેશ થાય છે. આ ગાર્ડન પૂર્ણ થયા બાદ નાગરિકોને સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ મળશે તેમજ શહેરના સૌંદર્યમાં નોંધપાત્ર વધારો થશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!