Sunday, March 29, 2026
HomeGujaratમાળીયા(મી): મોટા દહીસરામાં જીવલેણ હુમલાના કેસમાં ફરાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો

માળીયા(મી): મોટા દહીસરામાં જીવલેણ હુમલાના કેસમાં ફરાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો

માળીયા(મી) તાલુકાના મોટા દહીસરા ગામે થયેલા હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર થયેલા આરોપીને માળીયા(મી) પોલીસે ઝડપી કામગીરી કરીને ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યો હતો. ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે આરોપીને દબોચી લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના પ્રયાસના કેસની વિગતો મુજબ, મોટા દહીસરા ગામે બનેલા હત્યાના પ્રયાસના બનાવમાં આરોપી કીશોરભાઈ દેવદાનભાઈ લોખીલ ઉવ.૩૭ વાળો ગુનો આચરીને ફરાર થઈ ગયો હતો. આ બનાવને ગંભીરતાથી લઈ માળીયા(મી) પોલીસ મથકના પીઆઈએ આરોપીને ઝડપવા માટે અલગ-અલગ ટીમો રચી હતી. પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે આરોપીની ચોક્કસ બાતમી મળી કે, ફરાર આરોપી મોટા દહીસરાથી નાનાભેલા જવાના માર્ગ પર આવેલા વાળામા છુપાયો છે. આ માહિતીના આધારે પોલીસની સર્વેલન્સ ટીમે સ્થળને કોર્ડન કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો. આ સાથે પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!