Sunday, March 29, 2026
HomeGujaratમોરબી-૨: મોટર સાયકલની ઠોકરે ૧૨ વર્ષીય સાયકલ સવાર બાળકનું કરુણ મોત

મોરબી-૨: મોટર સાયકલની ઠોકરે ૧૨ વર્ષીય સાયકલ સવાર બાળકનું કરુણ મોત

મોરબી-૨ વિસ્તારમાં શિવમ હોસ્પિટલ પાછળ ધર્મનગર નજીક રોડ ઉપર ઉડી ગયેલ માસ્ક લેવા જતા ૧૨ વર્ષીય બાળકને પુરઝડપે આવેતા મોટર સાયકલે હડફેટે લેતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના શિવમ હોસ્પિટલ પાછળ ઇન્દિરાનગરમાં રહેતા મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના કુડા ફમના વતની સબીરભાઈ ઉમેદભાઈ મુલ્લા ઉવ.૩૩ ના ૧૨ વર્ષીય દીકરા રીયાઝનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત થયું હતું. જેમાં ગત તા. ૨૭ માર્ચની સાંજે રીયાઝ પોતાના નાના ભાઈ સાથે ઘર બહાર સાયકલ ચલાવી રહ્યો હતો ત્યારે ભાઈનું માસ્ક રોડ પર ઉડી ગયું હતું. જેથી માસ્ક લેવા માટે રીયાઝ રોડ પર જતા જ તે દરમિયાન પુરઝડપે આવી રહેલ મોટર સાયકલ રજી.નં. જીજે-૦૬-એચએન-૫૭૪૫ ના ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી રિયાઝને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં રીયાઝ રોડ પર ફેંકાઈ જઈ માથા અને ચહેરા પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે શિવમ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ત્રણ કલાકની ટૂંકી સારવારમાં તેનું મોત નિપજ્યું હતું. પોલીસે આ બનાવ અંગે મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!