Sunday, March 29, 2026
HomeGujaratહળવદના માથક ગામે ફરિયાદ પરત લેવા ધમકી: પિતા-પુત્ર સામે ગુનો નોંધાયો

હળવદના માથક ગામે ફરિયાદ પરત લેવા ધમકી: પિતા-પુત્ર સામે ગુનો નોંધાયો

હળવદ તાલુકાના માથક ગામે અગાઉ કરેલી પોલીસ ફરિયાદ પરત ખેંચવા માટે ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપતા પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે સમગ્ર બનાવ અંગે પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના માથક ગામે રહેતા કાળુભાઈ ખોડાભાઈ ડાંગર ઉવ.૪૨એ આરોપી મીતરાજસિંહ હરપાલસિંહ ઝાલા અને તેમના પિતા હરપાલસિંહ જયવંતસિંહ ઝાલા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી બન્ને પિતા-પુત્રએ ફોન પર ગાળો આપી ફરિયાદ પરત ખેંચવા દબાણ કર્યું હતું. ફરિયાદ પાછી ન ખેંચે તો જાનથી મારી નાખવાની તેમજ ગામ છોડવાની ધમકી આપી હતી. આ ધમકીઓથી ડરી ગયેલા કાળુભાઈએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા, પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!