Sunday, April 12, 2026
HomeGujaratમોરબીના ઘુંટુ ગામે આવેલ રામકો વિલેજ સોસાયટીમાં પ્રચાર અર્થે કે મત માંગવા...

મોરબીના ઘુંટુ ગામે આવેલ રામકો વિલેજ સોસાયટીમાં પ્રચાર અર્થે કે મત માંગવા આવવા પર “પ્રતિબંધ”ના બેનરો લાગ્યા

મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપમાં તો અસંતોષ છે જ પરંતુ હવે લોકો પણ ખુલીને પોતાનો અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે જેમાં મોરબીના ઘુંટુ ગામે આવેલ રામકો વિલેજ સોસાયટીમાં કોઈ પણ નેતાને પ્રચાર માટે કે મત માંગવા માટે પ્રવેશ બંધીના બેનર લગાવવામાં આવ્યા છે .બેનર માં જણાવવામાં આવ્યું છે કે “કોઈ પણ રાજકીય પક્ષના નેતા કે આગેવાનોએ અમારી સોસાયટીમાં પ્રચાર કરવા આવવું નહીં,જેની તમારી નજરમાં વેલ્યુ નથી એવો અમારો કીમતી અને પવિત્ર મત માંગવા પણ આવવું નહીં”આ સાથે જ સોસાયટીના ૫૦૦ થી વધુ મતદારોએ nota માં મત આપવાનો નિર્ધાર કર્યો છે.

- Advertisement -
- Advertisement -

આ બાબતે સોસાયટીના આગેવાન હિતુભા રાઠોડ એ જણાવ્યું હતું કે અમારી સોસાયટી બની ત્યારથી જ રોડ રસ્તા અને ગટર ની સમસ્યાઓ છે અમે આ અંગે સરપંચ, ધારાસભ્ય ને પણ અનેક રજુઆતો કરી આંદોલનો પણ કર્યા પણ દરેક વખતે વાયદો કરી અને કામ ન કર્યું ત્યારે ઘુંટુ ગામના સરપંચ પણ ઉડાઉ જવાબ આપે છે તો હવે અમે મતદાધિકરનો ઉપયોગ તો કરશું પણ nota માં મત આપશું..

આ સાથે જ સ્થાનિક મહિલાએ જણાવ્યું છે કે અમારી સમસ્યા બાબતે અનેક રજુઆતો કરી આંદોલન કર્યા પછી ગટર નું કામ ચાલુ કર્યું પણ એ કામ થોડા દિવસ ચાલુ રાખી અધૂરું મૂકી દેવાયું છે પાણીની પણ સમસ્યા છે રોડ રસ્તા નથી તો છોકરા જાય ક્યા?અમને કોઈએ જવાબ નથી દેતા,હવે મત માંગવા કે પ્રચાર કરવા આવે તો અમે તેઓને સોસાયટીમાં આવવા નથી દેવાના.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!