ટંકારા તાલુકામાં શ્રી લખધીરગઢ સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂતોને રાહતરૂપે સરકારી ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ખીજડીયા ચોકડી પાસે જીઇબી સામે આવેલા તાલુકા ખરીદ-વેચાણ સંઘ (ઓઇલ મીલ), ટંકારા ખાતે આ ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. મંડળીએ ખેડૂતોને જાણ કરી છે કે સરકારના નિયમ મુજબ સાફ-સફાઈ કરેલો અને વર્ગીકૃત જથ્થો જ લાવવો, જેથી ખરીદી પ્રક્રિયા સરળ અને ઝડપથી પૂર્ણ થઈ શકે. આ પ્રસંગે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, સહકારી આગેવાનો મગનભાઈ વડાવિયા, જગદીશભાઈ પનારા અને દુશ્યંતભાઈ ભુત સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. તેમણે ખેડૂતોની સમસ્યાઓ સાંભળી સહકારી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા ચર્ચા કરી હતી.









