મૃતકે શરીરે જનોઈ અને જમણા હાથમાં રાખડીઓ પહેરેલ છે, કોઇપણ મહિતી મળે તો વાંકાનેર પોલીસ સ્ટેશનના નં.૬૩૫૯૬ ૨૬૦૮૬ નો સંપર્ક કરવા અનુરોધ.
વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં આવેલ ‘વેસ્ફો ઇકો પ્રોડક્ટસ’ નામના કારખાનાની દીવાલ પાસે, ઇલેક્ટ્રિક સબ સ્ટેશન નજીક એક આશરે ૩૫ થી ૪૫ વર્ષની વયનો અજાણ્યો પુરુષ ફેફસાની બીમારી સબબ મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી કે તેમના કોઈ વાલી-વારસ મળી આવ્યા નથી.
પોલીસ દ્વારા જાહેર કરાયેલ વર્ણન મુજબ, મૃતક પુરુષ પાતળા બાંધાના અને ઘઉંવર્ણના છે. તેમના માથાના વાળ તેમજ દાઢી-મૂછ કાળા છે. વિશેષ ઓળખ તરીકે, મૃતકે શરીરે જનોઈ ધારણ કરેલી છે અને જમણા હાથમાં રાખડીઓ પહેરેલી છે. આ વર્ણન ધરાવતા પુરુષ વિશે કોઈ પણ માહિતી હોય અથવા તેમના વાલી-વારસ અંગે જાણકારી મળે તો તપાસ કરનાર અધિકારી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.વી. ખાંભલાના મોબાઈલ નંબર ૯૫૭૪૬ ૮૪૫૩૪ અથવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ટેલિફોન નંબર ૬૩૫૯૬ ૨૬૦૮૬ ઉપર સંપર્ક કરવા વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.









