Tuesday, April 14, 2026
HomeGujaratમોરબીમાં વર્ના કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા બાળ કિશોર પકડાયો, અન્ય ત્રણ...

મોરબીમાં વર્ના કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા બાળ કિશોર પકડાયો, અન્ય ત્રણ આરોપી ફરાર જાહેર

મોરબીમાં વીસીપરા મેઈન રોડ ઉપર વાહન ચેકીંગ દરમિયાન વર્ના કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક બાળ કિશોરને હસ્તગત કરવામાં આવ્યો છે. આ સાથે બી ડિવિઝન પોલીસે દેશી દારૂ સહિત રૂ.૫.૧૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે મહિલા બુટલેગરના કહેવાથી દારૂ ભરી આપનાર તથા મંગાવનાર એમ ત્રણ આરોપીઓના નામ ખુલવા પામ્યા હતા. આથી પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર સહિત ચારેય વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ વીસીપરા મેઈન રોડ ઉપર વાહન ચેકીંગ કામગીરીમાં હોય તે દરમિયાન એક હ્યુન્ડાઈ વર્ના કાર રજી.નં. જીજે-૦૩-એમઈ-૯૯૫૯ પસાર થતા તેને રોકી કારની અંદર તલાસી લેતા તેમાંથી ૭૫ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. ત્યારે દેશી દારૂની હેરાફેરી કરતા કારના ચાલક એવા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર હોય જેથી પોલીસે તેને હસ્તગત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં આ દારૂ મહિલા આરોપી મુસ્કાનબેન અબ્બાસભાઈ કટીયા રહે.માળીયા વનાળિયા સોસાયટી વાળાના કહેવાથી એક અજાણ્યા વ્યક્તિ પાસેથી મેળવવામાં આવ્યો હતો અને તેને આરોપી નરેશભાઈ ઈશ્વરભાઈ ખરા રહે. નવા જાંબુડીયા વાળાને વેચવા માટે લઈ જવામાં આવી રહ્યો હતો. હાલ બી ડિવિઝન પોલીસે વર્ના કાર કિ.રૂ.૫ લાખ તથા દેશી દારૂ રૂ.૧૫ હજાર સહિત ૫.૧૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરી બાળ કિશોરને તેના વાલી-વારસને સોંપવા કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે અન્ય ત્રણેય આરોપીઓને ફરાર દર્શાવી તેમની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!