Friday, April 17, 2026
HomeGujaratમોરબીમાં પારકા ઝઘડામાં છોડાવવા ગયેલા યુવક પર ધારિયાથી હુમલો

મોરબીમાં પારકા ઝઘડામાં છોડાવવા ગયેલા યુવક પર ધારિયાથી હુમલો

મોરબીમાં મોરબી-રાજકોટ બાયપાસ ધુતારી વિસ્તારમાં પાડોશીના ઝઘડામાં સમાધાન કરાવવા ગયેલા યુવક ઉપર ત્રણ ઈસમોએ ધારિયાથી હુમલો કરી ઈજા પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ હુમલાના બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના નવલખી રોડ ગાયત્રી આશ્રમ પાછળ ધુતારી વિસ્તારમાં રહેતા દીપકભાઈ સુરેશભાઈ આંત્રેસા ઉપર ગત તા.૧૫ એપ્રિલે બપોરે પાડોશીના ઝઘડામાં છોડાવવા જતા હુમલો થયો હતો. જેમાં પાડોશી વિક્રમભાઈ ડાભીના ઘરે ઝઘડો શાંત કરવા ગયા હતા, ત્યારે વિક્રમભાઈ ભાગીને બાજુમાં આરોપી જગદીશભાઈ સરવૈયાની વાડીએ ગયા હતા, જ્યાં જગદીશભાઈ અને વિક્રમભાઈ વચ્ચે ઝઘડો ચાલુ થતા, ફરિયાદી વિક્રમભાઈને છોડાવી ઘરે લઈ ગયા હતા.

બાદમાં આરોપી જગદીશભાઈ સરવૈયા, તેમનો દીકરો દક્ષ અને ભાઈ છનાભાઈ તમામ રહે. રાજકોટ બાયપાસ ધુતારી વિસ્તાર મોરબી વાળાએ ફરિયાદી દીપકભાઈ પર હુમલો કર્યો હતો. જેમાં દક્ષે ધારિયાથી માથામાં ઘા કર્યો જ્યારે છનાભાઈએ હાથ પર હુમલો કર્યો હતો. હુમલા બાદ જગદીશભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ ઈજાગ્રસ્તની ફરિયાદને આધારે બી ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!