Friday, April 17, 2026
HomeGujaratમોરબી જીલ્લામાં પ્રોહિબીશનના ૭ દરોડામાં ૯ બોટલ દારૂ-બિયર સાથે ૬ પકડાયા, એક...

મોરબી જીલ્લામાં પ્રોહિબીશનના ૭ દરોડામાં ૯ બોટલ દારૂ-બિયર સાથે ૬ પકડાયા, એક નાસ્યો

મોરબી જીલ્લા પોલીસ દ્વારા ૭ અલગ-અલગ દરોડા પાડીને વિદેશી દારૂ-બિયરની ૯ બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ૬ આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક આરોપી ફરાર થયો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં પ્રોહિબીશનના ગુનાઓ સામે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વાંકાનેર, હળવદ અને મોરબી શહેર વિસ્તારમાં કુલ ૭ દરોડા પાડવામાં આવ્યા હતા.

પ્રથમ કેસની મળતી વિગતો મુજબ, વાંકાનેર તાલુકાના માટેલ શીતળાધાર વિસ્તારમાં દસરથભાઈ ઉર્ફે દસો ગોરધનભાઈ સરાવાડિયા રહે. માટેલ તા. વાંકાનેર વાળો દરોડા દરમિયાન નાસી ગયો હતો. પોલીસે સ્થળ પરથી કિંગફિશર સુપર સ્ટ્રોંગ બિયરની ટીન તથા રીઅલમી મોબાઇલ મળી કુલ રૂ. ૧,૭૪૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બીજા દરોડામાં હળવદ-માળીયા હાઇવે તળાવની પાળ નજીકથી આરોપી વિશાલ સુરેશભાઈ વઢરૂકીયા રહે. ગૌરી દરવાજા પાસે હળવદ પાસેથી વ્હાઇટ સ્વાન ગ્રીન એપલ વોડકાની ૭૫૦ એમ.એલ.ની એક બોટલ રૂ. ૬૫૦/- મળી આવી હતી.

ત્રીજા દરોડામાં તરજોર ચોકડી નજીક મોરબી સીટી બી ડિવિઝન વિસ્તારમાં આરોપી વિનયભાઈ પરષોતમભાઈ પટેલ રહે. ઘુટુ રોડ મોરબી અને રાહુલભાઈ રામજીભાઈ માકડીયા રહે. પાવન પાર્ક મોરબી વાળા પાસેથી વ્હાઇટ સ્વાન ગ્રીન એપલ વોડકાની ૧૮૦ એમ.એલ.ની એક-એક બોટલ એમ મળી કુલ બે બોટલ કિ.રૂ.૧૬૦/- ઝડપાઈ હતી. પાંચમા દરોડામાં મોરબી સીટી એ ડિવિઝન વિસ્તારમાં નવલખી રોડ પાસે આરોપી રોહિતભાઈ ધનજીભાઈ છીપરીયા રહે.યમુનાનગર મોરબી અને ધિરજભાઈ ગોવિંદભાઈ ચાવડા રહે. કુબેરનાથ સોસાયટી મોરબી વાળા પાસેથી સુપર ઝુબેલી સ્પેશિયલ વિસ્કીની ૧૮૦ એમ.એલ.ની ૪ બોટલ રૂ.૪૮૦/- તથા ડેસ્ટિનીઝ મોટરસાયકલ રૂ.૨૫,૦૦૦/- જપ્ત કરાઈ હતી. જ્યારે ગાંધીચોક વિસ્તારમાં કિશનભાઈ દિલીપભાઈ કાનાબાર રહે આનંદનગર મોરબી વાળા પાસેથી સિગ્નેચર રેર એજ્ડ વિસ્કીની ૧૮૦ એમ.એલ.ની એક બોટલ રૂ.૨૩૦/- મળી આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!