Friday, May 15, 2026
HomeGujaratમોરબી: ઉમિયા સર્કલ નજીક કારમાંથી મોંઘીદાટ દારૂની એક બોટલ સાથે વેપારી પકડાયો

મોરબી: ઉમિયા સર્કલ નજીક કારમાંથી મોંઘીદાટ દારૂની એક બોટલ સાથે વેપારી પકડાયો

હેરીયર કારમાં સિંગલ મોલ્ટ વ્હિસ્કીની રૂ.૧૨,૨૦૦/-ની એક બોટલ, મોબાઇલ અને કાર સહિતનો મુદ્દામાલ જપ્ત.

- Advertisement -
- Advertisement -

મોરબીના શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ નજીક પોલીસે કારમાં ચેકિંગ દરમિયાન રૂ.૧૨,૨૦૦/- રૂપિયાની વિદેશી દારૂની એક બોટલ સાથે વેપારી યુવકને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂ આપનારના મોબાઇલ નંબર ધારકને ફરાર દર્શાવી પોલીસે કાર અને મોબાઇલ સહિત કુલ રૂ. ૭.૮૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા ઉમિયા સર્કલ આગળ શનાળા રોડ પર પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હેરીયર કાર ની તલાસી લેતા, કારમાંથી ‘ધ ગ્લેનલિવેટ ૧૨ યર્સ સિંગલ મોલ્ટ સ્કોચ વિસ્કી’ની એક બોટલ કિ.રૂ.૧૨,૨૦૦/- મળી આવી હતી. આ સાથે પોલીસે આરોપી મિતભાઈ પટેલ ઉવ.૨૩ રહે મોરબી વાળાને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે આ દારૂ આપનાર મોબાઇલ નંબર ધારકને ફરાર જાહેર કરી પોલીસે કાર કિ.રૂ. ૭,૦૦,૦૦૦/-, મોબાઇલ ફોન કિ.રૂ. ૭૦,૦૦૦/- તથા વિદેશી દારૂની બોટલ મળી કુલ રૂ.૭,૮૨,૨૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી, પોલીસે ફરાર આરોપીને પકડી લેવા તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!