મોરબી તાલુકાના ખાખરાળા ગામે એક યુવકનું કોઈ અજાણ્યા કારણોસર મોત થયાની ઘટના સામે આવી છે. યુવકને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા તબીબોએ મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પોલીસે અ.મોતની નોંધ કરી તપાસની તજવીજ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, દીપ અરવિંદભાઈ ભટ્ટ રહે.ખાખરાળા તા.જી.મોરબી ગઈકાલ તા.૨૫ એપ્રિલના રોજ બપોરના સમયે મૃત હાલતમાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલના ફરજ ઉપર હાજર ડોક્ટર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા મોરબી તાલુકા પોલીસે અ.મોત દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.





