ટંકારાના ધ્રુવનગર ગામે ૩૬ વર્ષીય યુવકે પોતાના રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. બનાવ અંગે ટંકારા પોલીસે અ.મોત નોંધી તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો અનુસાર, ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે રહેતા શંકરભાઈ પોલાભાઈ રાણા ઉવ.૩૬એ ગત તા.૨૮/૦૪ના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મૃતકના મોટાભાઈએ પોલીસને આપેલ પ્રાથમિક વિગતોને આધારે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.





