મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન જુના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં ચલણી નોટના નંબર ઉપર પૈસાની હારજીતનો જુગાર રમતા રિઝવાનભાઈ ઓસમાણભાઈ લોલાડિયા ઉવ.૪૦ રહે. લાતી પ્લોટ શેરી નં.૪ મોરબી, કબીરશા ઉર્ફે સુલતાનબાપુ અલીસા સૈયદ ઉવ.૬૦ રહે. વીસીપરા કુલીનગર-૨ મોરબી, ઇકબાલભાઈ અબ્દુલભાઈ સેવંગીયા ઉવ.૪૯ રહે. મહિલા પોલીસ સ્ટેશન પાસે કુમાર શાળા પાસે મોરબી તથા એઝાઝ સિદ્દીકભાઈ કાસમાણી ઉવ.૨૯ રહે. પખાલી શેરી નહેરૂ ગેટ અંદર મોરબી વાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.૯,૨૪૦/- કબ્જે લઈ તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





