Monday, May 4, 2026
HomeGujaratમોરબીમાં ચિલ્ડ્રન એસ.એસ.વાય. શિબિર યોજાશે

મોરબીમાં ચિલ્ડ્રન એસ.એસ.વાય. શિબિર યોજાશે

૧૦થી ૧૭ મે દરમિયાન ૮થી ૧૪ વર્ષના બાળકો માટે યોગ-ધ્યાન આધારિત વિશેષ તાલીમ, વાલીઓને રજિસ્ટ્રેશન કરવા અપીલ.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં આગામી ૧૦થી ૧૭ મે દરમિયાન ચિલ્ડ્રન એસ.એસ.વાય. (સિદ્ધ સમાધિ યોગ) શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં બાળકોના શારીરિક, માનસિક અને વ્યક્તિત્વ વિકાસ પર ભાર મૂકવામાં આવશે. આયોજકો દ્વારા વાલીઓને સમયસર નોંધણી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

વર્તમાન સમયમાં બાળકોમાં અભ્યાસનું દબાણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, મોબાઈલની લત અને વધતા માનસિક તણાવ જેવી સમસ્યાઓ વધી રહી છે. આવી પરિસ્થિતિમાં ઋષિ સંસ્કૃતિ વિદ્યા કેન્દ્રના ઋષિ પ્રભાકરજીના માર્ગદર્શન હેઠળ ચિલ્ડ્રન એસ.એસ.વાય. શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જે બાળકોના સર્વાંગી વિકાસ માટે મદદરૂપ બનશે. આ શિબિરમાં પ્રાણાયામ, ધ્યાન અને જીવન મૂલ્યો પર આધારિત માર્ગદર્શન આપવામાં આવશે, જેથી બાળકોમાં આત્મવિશ્વાસ, શિસ્ત, સ્મરણ શક્તિ અને સકારાત્મક વિચારશક્તિનો વિકાસ થાય. ઉપરાંત, ગુસ્સાવાળા કે જિદ્દી સ્વભાવમાં સુધારો, સહકારની ભાવના અને જવાબદારીની સમજણ વિકસાવવાનો પણ મુખ્ય હેતુ છે.

આ શિબિર ૧૦ મે થી ૧૭ મે ૨૦૨૬ દરમિયાન રોજ સાંજે ૫થી ૮ વાગ્યા સુધી મોરબીના ડોલ્સ & ડ્યુટ્સ ઇન્ટરનેશનલ પ્લે સ્કૂલ, રત્નકલા એક્સપર્ટ (ગાંધીનું કારખાનું) પાસે, ઉમિયા સર્કલ નજીક યોજાશે. ૮થી ૧૪ વર્ષના બાળકો માટે આ શિબિર રાખવામાં આવી છે. વાલીઓ માટે ઇન્ટ્રોડક્શન લેક્ટરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રસ ધરાવતા વાલીઓને નવનીતભાઈ કુંડારિયા (મો. 9825224898) અથવા ધ્રુવ દેત્રોજા (મો. 9913111202) પર સંપર્ક કરી સમયસર રજિસ્ટ્રેશન કરવા જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!