Monday, May 4, 2026
HomeGujaratટંકારા: ગજડી ગામે જમીનના વિવાદે પ્રૌઢ મહિલાને માર મારી જાનથી મારી નાખવાની...

ટંકારા: ગજડી ગામે જમીનના વિવાદે પ્રૌઢ મહિલાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી

ટંકારા તાલુકાના ગજડી ગામે ભાઈએ બહેનને વાવવા આપેલ જમીન બાબતે અન્ય ભાઈના જમાઈને સારું નહીં લાગતા, પ્રૌઢ મહિલા સાથે બોલાચાલી બાદ મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ પીડિત મહિલાની ફરિયાદને આધારે ટંકારા પોલીસે બે મહિલા સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના ગજડી ગામે આંબલીપરા વિસ્તારમાં રહેતા દેવદેબેન ભૂરાભાઈ સવસેટા ઉવ.૫૮એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના મોટાભાઈ રામભાઈએ ખેતી માટે આપેલી જમીન મુદ્દે ફરિયાદીના અન્ય ભાઈના જમાઈ આરોપી કાનાભાઈ હીરાભાઈ જારીયાને સારું નહીં લાગતા અને જેનો ખાર રાખી, ગત તા.૦૨/૦૫ના રોજ ફરિયાદી દેવદેબેન ઉપર આરોપી કાનાભાઈ તેમની પત્ની શોભનાબેન અને તેમની ભાભી જયશ્રીબેને હુમલો કર્યો હતો. ત્રણેય આરોપીઓએ દેવદેબેનને રસ્તામાં રોકી ગાળો બોલવા લાગ્યા હતા. બાદમાં કાનાભાઈએ લાકડી વડે ફરિયાદીને પગમાં માર મારી ઈજા પહોંચાડી હતી, જ્યારે અન્ય બે આરોપીઓએ ઢીકા-પાટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી હતી. હુમલા દરમિયાન આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ટંકારા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે ટંકારા પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!