Tuesday, May 5, 2026
HomeGujaratવાંકાનેરમાં અગાઉની બોલાચાલીનો ખાર રાખી યુવક પર હુમલો, ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો...

વાંકાનેરમાં અગાઉની બોલાચાલીનો ખાર રાખી યુવક પર હુમલો, ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો

વાંકાનેરમાં અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવક પર લાકડાના ધોકા અને ઢીકાપાટુ વડે હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને માથામાં અને શરીરે ઇજાઓ પહોંચી હતી, જ્યારે અન્ય એક આરોપીએ કેસ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઘટનાને પગલે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરમાં આરોગ્યનગર વિસ્તારમાં રહેતા રફીકભાઈ ઉમરભાઈ સદવાણી ઉવ.૨૭ ઉપર જૂની બોલાચાલીનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં થોડા દિવસો પહેલા આરોપી મેરુભાઈ રહે.વાંકાનેર આરોગ્યનગર વાળા સાથે સામું જોવા બાબતે થયેલી બોલાચાલી બાદ સમાધાનની વાત ચાલતી હતી. દરમિયાન ગત તા. ૦૩/૦૫/૨૦૨૬ ની રાત્રે ફરીયાદી રફીકભાઈ બસ સ્ટેશન નજીક નાના ગેટ પાસે ઉભા હતા ત્યારે આરોપી મેરુભાઈનો ભાઈ આરોપી જતીનભાઈ લાલજીભાઈ કોળી લાકડાનો ધોકો લઈને આવ્યો અને માથાના ભાગે ઘા મારી ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ મેરુભાઈએ ઢીકાપાટુનો માર મારતા ફરીયાદીને વધુ ઈજાઓ થઈ હતી. ઘટના બાદ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન આરોપી દિપકભાઈ ગીરધરભાઈ કોળી હોસ્પિટલ ખાતે આવી ફરીયાદીને કેસ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ વાંકાનેર સીટી પોલીસે ઇજાગ્રસ્તની ફરિયાદને આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!