Tuesday, May 5, 2026
HomeGujaratમોરબી સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલો : તાત્કાલિક કાર્યવાહી કરવા...

મોરબી સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલો : તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ

મોરબી સિવિલ હોસ્પિટલમાં નબળી સુરક્ષા વ્યવસ્થાને લઈને સામાજિક કાર્યકરોએ ગંભીર આક્ષેપો કરી તંત્રને રજૂઆત કરી છે. છેલ્લા બે મહિનાથી સિક્યુરિટી એજન્સી બેદરકારી દાખવી રહી હોવાનો આરોપ છે અને તાત્કાલિક સુધારાની માંગ ઉઠી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગીરશભાઈ છબીલભાઈ કોટેચા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ દ્વારા મેડિકલ સુપરિન્ટેન્ડર, ડીન, કલેક્ટર અને મંત્રીને લેખિત રજૂઆત કરી હાલની સ્થિતિ પ્રત્યે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રજૂઆત મુજબ, હોસ્પિટલમાં નવી સિક્યુરિટી એજન્સી મુકાઈ હોવા છતાં છેલ્લા બે મહિનાથી યોગ્ય રીતે ફરજ બજાવવામાં આવી રહી નથી અને વ્યવસ્થા રામભરોસે ચાલી રહી છે. હોસ્પિટલના ઈમર્જન્સી વોર્ડમાં એક દર્દી સાથે મોટી સંખ્યામાં લોકો ભેગા રહેતા હોવા છતાં કોઈ નિયંત્રણ રાખવામાં આવતું નથી. ઈમર્જન્સી ગેટ પાસે વાહનો આડેધડ પાર્ક થતા ૧૦૮ જેવી તાત્કાલિક સેવાઓને અવરોધ ઉભો થાય છે, જે ગંભીર પરિસ્થિતિ સર્જી શકે છે. તે ઉપરાંત ICU, મહિલા અને પુરુષ વોર્ડ, પીડિયાટ્રિક વિભાગ, ઓપરેશન થિયેટર અને લેબોરેટરી જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પૂરતી સુરક્ષા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખાસ કરીને મહિલા નર્સિંગ સ્ટાફની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે કેટલાક કિસ્સાઓમાં નશાની હાલતમાં લોકો ગેરવર્તણૂક કરતા હોવાના ઉલ્લેખ કરવામાં આવ્યા છે. સામાજિક કાર્યકરોએ માંગણી કરી છે કે, તાત્કાલિક અસરથી સક્ષમ અને જવાબદાર સિક્યુરિટી એજન્સીની નિમણૂક કરવામાં આવે, દરેક વિભાગમાં પૂરતો સુરક્ષા સ્ટાફ મુકવામાં આવે તેમજ ઈમર્જન્સી માર્ગો ખુલ્લા રાખવા કડક નિયમો અમલમાં મુકવામાં આવે. રજુઆતમાં ચેતવણી આપવામાં આવી છે કે, જો તાત્કાલિક યોગ્ય પગલાં નહીં લેવાય તો ભવિષ્યમાં થનારી કોઈપણ દુર્ઘટનાની જવાબદારી હોસ્પિટલ તંત્ર પર રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!