Tuesday, May 5, 2026
HomeGujaratવર્ષ 2014માં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર આરોપીને વીસ વર્ષની સખ્ત...

વર્ષ 2014માં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર આરોપીને વીસ વર્ષની સખ્ત કેદની સજા ફટકારતી મોરબી સ્પેશીયલ પોક્સો કોર્ટ

મોરબીની સ્પેશ્યલ પોક્સો કોર્ટે સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનાં ગુનામાં આરોપી અક્ષયભાઈ દેગામાને દોષિત ઠેરવી 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. સાથે જ પીડિતાને વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી કે, અક્ષયભાઈ રમેશભાઈ દેગામા નામના શખ્સે નવ વર્ષના સગીર બાળકને લાલચ આપી પોતાના સાથે લઈ જઈ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી જાતીય શોષણ કર્યું હતું અને આ ઘટનાની જાણ કોઈને કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ કેસની સુનાવણી મોરબી સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી રહી હતી જેમાં સરકારી વકીલ એન.ડી. કારીઆ દ્વારા 12 મૌખિક અને 29 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. પુરાવાઓના આધારે અદાલતે આરોપીને દોષિત ઠેરવી IPC કલમ 363 હેઠળ 3 વર્ષની સખ્ત કેદ, IPC કલમ 377 હેઠળ 10 વર્ષની સખ્ત કેદ તેમજ પોક્સો અધિનિયમની કલમ 4 અને 6 હેઠળ 20-20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. આ તમામ સજાઓ એકસાથે ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ સાથે જ ગુજરાત સરકારની ભોગબનનાર વળતર યોજના મુજબ પીડિતાને રૂ.4,04,000/- વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!