મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર કુબેર ટોકીઝ પાછળ ખુલ્લા મેદાનમાં તીનપત્તિની બાઝી માંડી બેઠેલ પાંચ જુગારીને ઝડપી લેવામાં આવ્યા હતા, જેમાં રવીભાઇ બળદેવભાઇ સોલંકી ઉવ.૩૮, દેવજીભાઇ પરશોતમભાઇ વરાણીયા ઉવ.૪૦, દિનેશભાઇ બાબુભાઇ વઢીયારા ઉવ.૨૫, હરજીભાઇ રાજાભાઇ ગમારા ઉવ.૩૫ તથા જયશુખભાઇ કરશનભાઇ ધોળકીયા ઉવ.૩૫ બધા રહે. શોભેશ્વર રોડ મફતીયાપરા મોરબી વાળાને રોકડા રૂ.૧૫,૦૦૦/-સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.





