મોરબી શહેરના શનાળા રોડ હાઉસિંગ બોર્ડ નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે મોપેડની ડેકીમાં દેશી દારૂ લઈ તેની હેરાફેરી કરતી મહિલાને ઝડપી લીધી હતી. પોલીસે મહિલાના કબ્જામાંથી ૭ લીટર દેશી દારૂ તથા મોપેડ સહિત રૂ.૪૧,૪૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
મોરબી શનાળા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક પોલીસે શંકાસ્પદ હાલતમાં જઈ રહેલ બ્લુ કલરના ટીવીએસ કંપનીના જયુપીટર રજી.નં. જીજે-૩૬-એએ-૦૦૪૪ને અટકાવી તપાસ કરતા ડેકીમાં ૩૫ કોથળીઓમાં ૭ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. આ સાથે પોલીસે આરોપી રેખાબેન લલિતભાઇ દેવજીભાઈ વાઘોરા ઉવ.૩૭, રહે.શક્તિધામ મંદિર પાછળ સ્વામિનારાયણ પાર્ક પાસે વાવડી રોડ મોરબી વાળી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.





