Wednesday, May 6, 2026
HomeGujaratવાંકાનેરમાં અગાઉની બોલાચાલીનો રોષ રાખી યુવક ઉપર હુમલો, ધમકી આપતા ફરિયાદ

વાંકાનેરમાં અગાઉની બોલાચાલીનો રોષ રાખી યુવક ઉપર હુમલો, ધમકી આપતા ફરિયાદ

વાંકાનેરમાં અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખી એક શખ્સે સગીર વયના કિશોર સાથે ઝપાઝપી કરી માર મારી ધમકી આપી હતી. સમગ્ર બનાવ મામલે પીડિતના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ગુનો દાખલ થયો છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેતા લાલજીભાઈ બાબુભાઇ સારદીયા ઉવ.૪૦એ આરોપી રફીકભાઈ ઉમરભાઈ સદવાણી રહે. વાંકાનેર વાળા વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદ મુજબ, તેમના મોટા દીકરા સાથે થોડા દિવસ પહેલા સામું જોવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી આરોપી રફીકભાઈ સદવાણીએ તેમના નાના દીકરા જતીન સાથે વાંકાનેર બસ સ્ટેશનના નાના ગેટ પાસે ઝઘડો કર્યો હતો. આરોપીએ જતીનને ગાળો આપી ઝપાઝપી કરી ગાલ પર થપ્પડ મારી તેમજ ઢીકાપાટુ વડે માર માર્યો હતો. સાથે જ “ટાંટિયા ભાંગી નાખીશ” તેવી ધમકી પણ આપી હતી. બાદમાં નજીકના સગાએ વચ્ચે પડી વધુ મારથી છોડાવ્યો હતો. વાંકાનેર સીટી પોલીસે બનાવ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!