ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ-10ના પરિણામમાં મોરબીના ઝાલા આદર્શ ધર્મેશભાઈએ 99.84 PR (96.83%) મેળવી ઉત્તમ સફળતા પ્રાપ્ત કરી છે, જેના કારણે પરિવાર અને સમાજમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, જાહેર થયેલા SSC પરિણામમાં આદર્શે પોતાની મહેનત અને લગનથી શાનદાર પ્રદર્શન કરી 99.84 PR મેળવ્યો છે. તેની આ સિદ્ધિ માત્ર તેના પરિવાર માટે જ નહીં પરંતુ મોચી સમાજ માટે પણ ગૌરવની બાબત બની છે. વિદ્યાર્થીની આ સિદ્ધિને લઈ પરિવારજનો અને ઓળખીતાઓ દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.





