Wednesday, May 6, 2026
HomeGujaratમોરબીમાં ૨૦ વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીમાં ૨૦ વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના દલવાડી સર્કલ નજીક પચ્ચીસ વારીયા વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષીય યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે અ.મોત દાખલ કરી તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ અ.મોતની નોંધ અંગે મળતી વિગતો અનુસાર, મોરબી દલવાડી સર્કલ પાછળ પચ્ચીસ વારીયા વિસ્તારમાં રહેતી પલ્લ્વીબેન મનીષભાઈ રેણુકા ઉવ.૨૦ એ ગઈકાલ તા.૦૫/૦૫/૨૦૨૬ના રોજ પોતાના રહેણાંક મકાનમાં રૂમના પંખામાં ચુંદળી બાંધી અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી પલ્લવીબેનને મૃત જાહેર કરી હતી. હાલ મૃત્યુના બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!