હળવદ પોલીસે ખાનગી બાતમીના આધારે જુના દેવળીયા ગામે રેઇડ કરી એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ અને વિદેશી દારૂની બોટલો મળી કુલ રૂ.૩,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ સાથે પોલીસે મકાન માલીકની અટકાયત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન જુના દેવળીયા ગામે રહેતા વિપુલ ઉર્ફે ભુરો દિનેશભાઈ મકવાણા પોતાના ઘરે દેશી તથા વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની ખાનગી બાતમી મળી હતી. જેના આધારે પોલીસે રેઇડ કરી હતી. જ્યાં તપાસ દરમિયાન પતરાની છતવાળી રૂમમાંથી ૧૦ લીટર દેશી દારૂ ભરેલું પ્લાસ્ટિકનું કેન મળી આવ્યું હતું. ઉપરાંત વાઇટ લેસ વોડકા ઓરેન્જ ફ્લેવરની ૭૫૦ એમ.એલ.ની ત્રણ વિદેશી દારૂની બોટલો પણ મળી આવી હતી, પોલીસે દેશી દારૂ તથા વિદેશી દારૂ મળી કુલ રૂ.૩,૮૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિપુલભાઈ મકવાણા વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.





