Thursday, May 7, 2026
HomeGujaratવાંકાનેરમાં પેસેન્જર બેસાડવાની બાબતે રીક્ષા ચાલક ઉપર પાઇપ વડે હુમલો, ત્રણ વિરુદ્ધ...

વાંકાનેરમાં પેસેન્જર બેસાડવાની બાબતે રીક્ષા ચાલક ઉપર પાઇપ વડે હુમલો, ત્રણ વિરુદ્ધ ફરિયાદ

વાંકાનેરના જકાતનાકા નજીક રીક્ષામાં પેસેન્જર બેસાડવાની બાબતે થયેલી બોલાચાલી બાદ ત્રણ શખ્સોએ રીક્ષા ચાલક ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરતા યુવકને ફેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી. હાલ ઇજાગ્રસ્ત દ્વારા વાંકાનેર સીટી પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરના પેડક સોસાયટી હાથી ખાના શેરીમાં રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા દિલીપભાઈ કાનાભાઈ ઘેણોજાએ ત્રણ શખ્સો સામે હુમલાની ફરિયાદ નોંધાવી કે, ગત તા.૦૫/૦૫ના રોજ બપોરે વાંકાનેર જકાતનાકા પાસે રીક્ષા સ્ટેન્ડ ખાતે પેસેન્જર ભરવા ઉભા હતા ત્યારે તેમની રીક્ષામાં બેઠેલો પેસેન્જર અન્ય રીક્ષામાં બેસી જતા આ બાબતે દિલીપભાઈએ આરોપી ફીરોજ મુસાને વારા મુજબ પેસેન્જર બેસાડવા કહેતા બંને વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. ત્યારબાદ થોડા સમયમાં ફીરોજના ભાઈઓ અકબર મુસા અને સાહીલ મુસા લોખંડના પાઇપ સાથે આવી દિલીપભાઈનો કાઠલો પકડી હુમલો કર્યો હતો. હુમલામાં તેમને પીઠના ભાગે તેમજ પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે પહેલા વાંકાનેર સરકારી હોસ્પિટલ અને બાદમાં રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે જમણા પગમાં ફેક્ચર જેવી ઇજા હોવાનું જણાવ્યું હતું. હાલ બનાવ અંગે પોલીસે ત્રણેય આરોપીઓ સામે બી.એન.એસ. તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!