Tuesday, May 12, 2026
HomeGujaratમોરબી મનપાના વર્કશોપ વિભાગમાં લાખોની ઉચાપતનો આક્ષેપ : કોંગ્રેસે તટસ્થ તપાસની કરી...

મોરબી મનપાના વર્કશોપ વિભાગમાં લાખોની ઉચાપતનો આક્ષેપ : કોંગ્રેસે તટસ્થ તપાસની કરી માંગ

મોરબી મહાનગરપાલિકાના વર્કશોપ વિભાગમાં ફરજ બજાવતા રોજમદાર કર્મચારીઓ દ્વારા ઇલેક્ટ્રિક એટેન્ડન્સ મશીનમાં ખોટી હાજરી પુરાવી લાખો રૂપિયાની નાણાકીય ઉચાપત કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે જવાબદારો સામે તટસ્થ તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબી મહાનગરપાલિકા કમિશ્નરને આપવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે, વર્કશોપ વિભાગના કેટલાક રોજમદાર કર્મચારીઓએ અન્ય કર્મચારીઓની જાણ બહાર ઇલેક્ટ્રિક એટેન્ડન્સ મશીનમાં ખોટી રીતે હાજરી પુરાવી હતી. ગેરહાજર કર્મચારીઓના નામે ખોટી આંગળીઓ અને અંગૂઠાના નિશાન લગાવી હાજરી દર્શાવવામાં આવી હતી અને તે આધારે અંદાજે લાખો રૂપિયાના પગાર ઉપાડી લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા આ સમગ્ર પ્રકરણને વિશ્વાસઘાત અને નાણાકીય કૌભાંડ ગણાવી તેમાં અન્ય લોકોની સંડોવણી હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, અગાઉ પણ મોરબી મહાનગરપાલિકામાં સિમેન્ટની થેલીઓમાં ગેરરીતિનો મામલો સામે આવ્યો હતો, જેમાં તપાસ સમિતિ રચવાની વાત કરવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી કાર્યવાહી અંગે કોઈ સ્પષ્ટ માહિતી જાહેર કરવામાં આવી નથી.

આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા કલમ 45-D, આવાસ યોજના અને નંદીઘર મામલે પણ અગાઉ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર પગલાં ન ભરાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અંતમાં કોંગ્રેસે માંગ કરી છે કે આ પ્રકરણમાં કોઈ પણ પ્રકારનું ઢાંકપીછોડું ન કરવામાં આવે અને સમગ્ર મામલે તટસ્થ તપાસ કરી જવાબદાર તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!