Tuesday, May 12, 2026
HomeGujaratમોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક સમાધાન બેઠકમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક સમાધાન બેઠકમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

કુટુંબી બનેવીની પરિણીત બહેન સાથે મેસેજ અને ફોન પર વાતચીત કરવાના મનદુઃખમાં સમાધાન દરમિયાન હુમલો, બે આરોપીઓ સામે હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા નજીક સમાધાન માટે બોલાવાયેલા યુવકની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જેમા અબ્બાસ અબ્દુલ સોતા નામના યુવક ઉપર આરોપી આસીફ દલે છરી વડે હુમલો કર્યો હતો, જ્યારે અન્ય આરોપીએ લોખંડના પાઇપથી હુમલો કરી બે લોકોને ઇજા પહોંચાડી હતી. સમગ્ર મામલે પોલીસે બે આરોપીઓ સામે હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મોરબી જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ફાયરિંગ, મારામારી, લૂંટ અને હત્યા જેવી ઘટનાઓથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. તેવામાં વધુ એક હત્યાનો ગંભીર બનાવ પીપળીયા ચાર રસ્તા નજીક સામે આવ્યો છે. જે હત્યાના બનાવ મામલે ફરિયાદી હસનભાઈ અબ્દુલભાઈ સોતા રહે. ન્યુ નવલખી ટાટાનગર તા.માળીયા(મી) વાળાના નાના ભાઈ અબ્બાસ અબ્દુલ સોતાને તેના કુટુંબી બનેવી આરોપી આસીફ ઈલીયાસ દલએ સમાધાન માટે બોલાવ્યો હતો. આરોપી આસીફની બહેન સાથે મૃતક અબ્બાસ ફોન અને મેસેજથી વાતચીત કરતો હોવાના મનદુઃખને લઈને બંને પક્ષ વચ્ચે પીપળીયા ચાર રસ્તા નજીક ભનાભાઈ ઉર્ફે શેટ્ટીના કોલસાના ડેલા પાસે સમાધાન માટે ભેગા થયા હતા.

આ દરમિયાન આરોપી (૧)આસીફ ઈલીયાસ દલ અને (૨)હુશૈન ઇબ્રાહિમ સાઈચા બંને રહે.ન્યુ નવલખી તા.માળીયા(મી) વાળા ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારે આરોપી આસીફ દલે છરી કાઢી અબ્બાસ સોતાની છાતીમાં જીવલેણ ઘા ઝીંક્યો હતો. ગંભીર ઇજાને કારણે અબ્બાસને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ દરમિયાન આરોપી હુશૈન ઈબ્રાહીમ સાઈચાએ લોખંડના પાઇપથી હુમલો કરી ફરિયાદી હસનભાઈ તથા સુલતાન સોતાને ઇજાઓ પહોંચાડી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે આરોપી આસીફ ઈલીયાસ દલ અને હુશૈન ઈબ્રાહીમ સાઈચા સામે બીએનએસ કલમ ૧૦૩(૧) તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!