વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન કોઠારીયા ગામની સીમમાં જડેશ્વર રોડ પાસે મેળાના મેદાન નજીક એક યુવક શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકના બાચકા સાથે હિલચાલ કરતા મળી આવેલ જેથી પોલીસે તેને રોકી બાચકાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની રોયલ ચેલેન્જ વ્હિસ્કીની પાંચ બોટલ કિ.રૂ.૬,૫૦૦/- મળી આવી હતી, જેથી પોલીસે તુરંત આરોપી યુવરાજસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા ઉવ.૨૬ રહે. કોઠારીયા તા. વાંકાનેર વાળાને ઝડપી લઈ તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






