મોરબીના ત્રાજપર ચોકડી પાસે આવેલી જી.કે. હોટલમાં કામ કરતા ૬૦ વર્ષીય કર્મચારીનું હાર્ટએટેક આવતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ, મનોજ ગીરધારીલાલ ગુપ્તા ઉવ.૬૦ મૂળ રહે.રાયપુર છત્તીસગઢ અને હાલ જી.કે. હોટલ ખાતે રહેતા હતા. તેઓનું તા.૧૧/૦૫ની રાત્રિથી તા.૧૨/૦૫ની સવારે કોઈ પણ સમયે હાર્ટએટેક આવવાથી મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસની તપાસમાં હોટલમાં જ કામ કરતા દિપકભાઈ ધીરેન્દ્રનાથ બિસ્વાસ પાસેથી મળેલ પ્રાથમિક વિગતોને આધારે પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી છે.






