મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ સેલ્ટોસ સિરામિક નજીક ૫૦ વર્ષીય શ્રમિકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગેની મળતી વિગતો મુજબ, ઇશ્વર લીલાધરા માલી ઉવ.૫૦ રહે. સેલ્ટોસ સિરામિક ઉંચી માંડલ વાળાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા, મરણ ગયેલ હાલતમાં તેમને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.






