ટંકારાના નેકનામ ગામ નજીક ઇલેક્ટ્રિક ટી.સી. પાસે વીજશોક લાગતા ઝારખંડના ૩૨ વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અ.મોતની નોંધ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમમાં આવેલી રેડેકો ફાઇબર પ્રા.લી. ખાતે રહેતા ગોવિંદભાઈ નરેશભાઈ માંજી ઉવ.૩૨ મૂળ રહે. દેવઘર ઝારખંડ વાળા ગત તા.૦૯/૦૫/૨૦૨૬ના રોજ વતનથી મજૂરી માટે મોરબી આવ્યા હતા. ત્યારે તા.૧૦/૦૫ ના રોજ નેકનામ ગામની દાનમોરા સીમમાં જીતુભાઈ ભોરણીયાની વાડી પાસે આવેલા ઇલેક્ટ્રિક ટી.સી. નીચે તેઓ વીજશોક લાગેલી હાલતમાં મૃત મળી આવ્યા હતા. બનાવ અંગે લોકેનભાઈ મંગનભાઈ માંજીએ પોલીસને જાણ કરતા ટંકારા પોલીસે સ્થળ ઉપર પહોંચી અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.






