Wednesday, May 13, 2026
HomeGujaratમોરબી રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો ૨૨મો પાટોત્સવ યોજાયો

મોરબી રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો ૨૨મો પાટોત્સવ યોજાયો

મોરબીના રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો ૨૨મો પાટોત્સવ મહંતશ્રી ભાવેશ્વરીમાઁના સાનિધ્યમાં સાદાઈપૂર્વક ઉજવાયો હતો. કાર્યક્રમ અંતર્ગત યજ્ઞ, મહાઆરતી, બ્રહ્મભોજન, કુંવારીકા ભોજન તેમજ ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી સ્થિત રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો ૨૨મો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. મહંતશ્રી ભાવેશ્વરીમાઁના સાનિધ્યમાં યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં સવારે યજ્ઞ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત બ્રહ્મભોજન, કુંવારીકા ભોજન તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભાવિક ભક્તો માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઉમિયા ગોપી મંડળ તેમજ આશ્રમના સેવક સમુદાયે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમની ઉજવણી સાદાઈ અને ધાર્મિક માહોલ વચ્ચે કરવામાં આવી હોવાનું મુકેશ ભગતે યાદીમાં જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!