Friday, May 15, 2026
HomeGujaratવાંકાનેરના ચંદ્રપુરમાં રહેણાંકમાંથી દારૂના ૪૪ ચપલા સાથે એક ઝડપાયો, સપ્લાયરનું નામ ખુલ્યું.

વાંકાનેરના ચંદ્રપુરમાં રહેણાંકમાંથી દારૂના ૪૪ ચપલા સાથે એક ઝડપાયો, સપ્લાયરનું નામ ખુલ્યું.

વાંકાનેર સીટી પોલીસે ચંદ્રપુર ગામે રહેણાંક મકાનમાં રેઇડ કરી ઇંગ્લિશ દારૂના ૪૪ ચપલા સાથે એક ઇસમની અટકાયત કરી હતી. તપાસ દરમિયાન દારૂ સપ્લાય કરનાર અન્ય એક આરોપીનું નામ ખુલતા, તેને પોલીસે ફરાર દર્શાવી બન્ને આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર સીટી પોલીસને ખાનગીરાહે બાતમી મળતા ચંદ્રપુર ગામે પાણીના ટાંકા પાસે આવેલા મકાનમાં રેઇડ કરવામાં આવી હતી. જ્યાંથી વિદેશી દારૂ ગ્રીન લેબલ બ્લેન્ડેડ વ્હિસ્કી અને મિડનાઈટ જામુન વોડકાના કુલ ૪૪ ચપલા કિ.રૂ.૫,૧૫૦/- મળી આવ્યા હતા. આ સાથે પોલીસે મુદ્દામાલ કબજે કરી મકાન માલિક આરોપી અમીત ઉર્ફે હમીદ હનીફભાઈ બ્લોચ ઉવ.૩૦ રહે. ચંદ્રપુર તા.વાંકાનેર વાળાની અટકાયત કરી હતી. આરોપીની પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો અનુભાઈ ખાચર રહે. મોલડી તા.ચોટીલા વાળા પાસેથી લાવ્યાનું ખુલતા પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!