મોરબી એસઓજી ટીમે પૂર્વ બાતમીને આધારે વાંકાનેર તાલુકાના ઢુવા ચોકડી નજીક દરોડો પાડી ગેરકાયદેસર રીતે ગેસના બાટલા રિફીલિંગ કરતા એક ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી ગેસના બાટલા સહિત રૂ.૪૩,૬૫૦/-નો મુદ્દામાલ કબજે કર્યો છે.
મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે વાંકાનેર તાલુકાના ઢુવા ચોકડી વિસ્તારમાં, જ્યાં ગેરકાયદેસર રીતે ઘરેલુ ગેસના બાટલાનું રિફીલિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. આ સાથે પોલીસે આરોપી હનીફભાઈ હુશેનભાઈ બાવરા6 રહે. વાકીયા તા.વાંકાનેર વાળાને ઝડપી પાડી તેની પાસેથી અલગ અલગ કંપનીના ખાલી અને ભરેલા ગેસ બાટલા, ઇલેક્ટ્રિક વજન કાંટો તથા રિફીલિંગમાં ઉપયોગમાં લેવામાં આવેલ સાધન-સામગ્રી મળી કુલ રૂ.૪૩,૬૫૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ મામલે પકડાયેલ આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ તથા આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.






