મોરબી: પ્રાપ્ત વિગતો અનુસાર પીઆઇ આર.એમ.ગોઢાણીયા તેમજ સ્ટાફે થોડા દિવસો પૂર્વે મોરબી તાલુકા પોલીસ સ્ટે.ની હદમાં આવતા માળીયા-કંડલા હાઈવે ઉપર લુંટના બે બનાવોને અંજામ આપનાર આરોપી આફતઅલી ઉર્ફે અફસર ઉર્ફે અસગર જાકમ ભટ્ટી (ઉ.વ.૧૯, રહે. મોરબી, વીસીપરા, મદીના સોસાયટી, ફારૂકભાઇ મેમણના ઘરની પાસે) વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ પાસા અંગે દરખાસ્ત કરી હતી. જેને જિલ્લા મેજીસ્ટ્રેટે મંજૂરીની મહોર લાગાવતા મોરબી તાલુકા પી.આઇ. આર.એમ. ગોઢાણીયા તથા સ્ટાફે આફતઅલી ભટ્ટીની ધરપકડ કરીને તેને પાસા હેઠળ સુરતની લાજપોર જેલ હવાલે કરવામાં આવ્યો છે.