Monday, May 18, 2026
HomeGujaratમોરબીમાં પોલીસનું ‘ડે-કોમ્બિંગ ઓપરેશન’: ટ્રાફિક ભંગ કરનાર અને અસામાજિક તત્વો સામે કડક...

મોરબીમાં પોલીસનું ‘ડે-કોમ્બિંગ ઓપરેશન’: ટ્રાફિક ભંગ કરનાર અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી

૧૦ ટીમો દ્વારા શહેરભરમાં સઘન ચેકિંગ, દારૂ પી વાહન ચલાવતા, ફેન્સી નંબર પ્લેટ અને રોંગ સાઇડ ચાલકો સામે કેસો નોંધાયા.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ દ્વારા શહેરમાં ગુનાખોરી અને ટ્રાફિક સમસ્યા નિયંત્રણ માટે વિશેષ ‘ડે-કોમ્બિંગ ઓપરેશન’ હાથ ધરવામાં આવ્યું હતું. મહિલા કર્મચારીઓ સહિત ૧૦ ટીમોએ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને ચેકિંગ કરી અનેક વાહનચાલકો તેમજ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરી હતી. આ અભિયાનમાં ૭૨ ટ્રાફિક કેસ કરી રૂ. ૩૦,૫૦૦/-નો દંડ વસૂલાયો હતો.

ગુજરાત પોલીસ તથા મોરબી જીલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર વિસ્તારમાં ઓચિંતું ‘ડે-કોમ્બિંગ ઓપરેશન’ હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક અને મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી યોજાયેલ આ ડ્રાઈવમાં કુલ ૧૦ અલગ-અલગ ટીમો બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ફેન્સી નંબર પ્લેટ લગાવનાર, બ્લેક ફિલ્મ વાપરનાર, હેલ્મેટ અને સીટ બેલ્ટ વગર વાહન ચલાવનાર તેમજ રોંગ સાઇડમાં વાહન ચલાવતા લોકો સામે કેસો નોંધવામાં આવ્યા હતા. ઉપરાંત દારૂ પી વાહન ચલાવતા ચાલકોને પણ પોલીસના સકંજામાં લેવામાં આવ્યા હતા.

આ કોમ્બિંગ ડ્રાઇવ દરમિયાન પોલીસે ૨૫ સક્રિય બુટલેગર, ૮ જુગારીઓ, ૩૦ ટપોરી અને ૮ હિસ્ટ્રીશીટરોની ચકાસણી કરી હતી. પ્રોહિબિશનના ૪ સફળ કેસો અને દારૂ પીવાના ૨ કેસ નોંધાયા હતા. એમ.વી.એક્ટ હેઠળ ૧૧ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતા. ઉપરાંત જાહેરનામા ભંગનો ૧ કેસ નોંધાયો હતો. ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ ૭૨ કેસ કરી રૂ. ૩૦,૫૦૦/-નો હાજર દંડ વસૂલવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!