Saturday, May 23, 2026
HomeGujaratત્રાજપર ખારીમાં જૂની અદાવતમાં બે મિત્રો પર ઘાતક હુમલો, યુવકની આંગળી કપાઈ

ત્રાજપર ખારીમાં જૂની અદાવતમાં બે મિત્રો પર ઘાતક હુમલો, યુવકની આંગળી કપાઈ

ધારીયા, કુહાડી અને લાકડાના ધોકાથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી, ચાર સામે ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં અગાઉની માથાકૂટનો ખાર રાખી ચાર શખ્સોએ બે મિત્રો પર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલામાં એક યુવકની આંગળી કપાઈ જતાં તેને રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર બનાવ મામલે હુમલાખોર ચારેય આરોપીઓ વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના સામાકાંઠે ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ ધીરુભાઈ સુરેલા ઉવ.૩૦એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પોતાના મિત્ર દીપક જેરામભાઈ દેથરીયા સાથે ત્રાજપર ખારી ચોરા પાસે ઉભા હતા ત્યારે આરોપી રાઘવ ઉર્ફે હકાભાઈ કુંવરિયા, કપિલ કુંવરિયા, રોહિત ઉર્ફે બાડો ટીડાણી અને દીકુ કોળી બધા રહે.ત્રાજપર ખારી મોરબી-૨ વાળા ત્યાં ધસી આવ્યા હતા. આરોપીઓએ ફરિયાદીના મિત્રને કહ્યું કે, મારા ભત્રીજા ચિન્ટુ કુંવરિયા સાથે કેમ માથાકૂટ કરો છો? કહી ગાળો આપી હુમલો કર્યો હતો. જેમાં આરોપી રાઘવ ઉર્ફે હકાભાઈ કુંવરિયાએ ધારીયાથી દીપક દેથરીયા પર હુમલો કર્યો હતો. દરમિયાન વચ્ચે પડેલા ફરિયાદી ગોવિંદભાઈને પણ ધારીયાનો ઘા મારવામાં આવ્યો હતો. ત્યારબાદ રોહિત ઉર્ફે બાડો ટીડાણીએ કુહાડી વડે હુમલો કરતાં ગોવિંદભાઈના ડાબા હાથની ત્રીજી આંગળી કપાઈ ગઈ હતી. ઉપરાંત દીકુ કોળીએ અને કપિલ કુંવરિયાએ લાકડાના ધોકાથી તેમજ ઢીકાપાટુ વડે માર માર્યો હતો. આ દરમિયાન આજુબાજુથી લોકો ભેગા થઈ જતા ચારેય આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા.

જે બાદ ઈજાગ્રસ્તોને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. હાલ આ મામલે બી ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!