Saturday, May 23, 2026
HomeGujaratમોરબી સબજેલમાંથી મોબાઈલ ફોન મળી આવતા ચકચાર, પ્રિઝન એક્ટ હેઠળ ગુનો નોંધાયો

મોરબી સબજેલમાંથી મોબાઈલ ફોન મળી આવતા ચકચાર, પ્રિઝન એક્ટ હેઠળ ગુનો નોંધાયો

જેલની બેરેક પાછળના સંડાસમાંથી સીમકાર્ડ વગરનો મોબાઈલ મળી આવ્યો, જેલ સુરક્ષા મુદ્દે ઉઠ્યા સવાલ.

- Advertisement -
- Advertisement -

મોરબી સબજેલમાં અમદાવાદની ઝડતી સ્ક્વોડ દ્વારા થયેલી અચાનક ઝડતી દરમિયાન બેરેક પાછળના સંડાસની કુંડીમાંથી પ્રતિબંધિત મોબાઈલ ફોન મળી આવતા જેલ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે આ મામલે ઝડતી સ્ક્વોડ દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા આરોપી વિરુદ્ધ બીએનએસ તથા પ્રિઝન એક્ટ હેઠળ ગુનો નોંધાવી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે.

મોરબી સબજેલ ખાતે પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની સૂચના મુજબ ખાસ રેઇડ અને ઝડતી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં દેવશીભાઈ રણમલભાઈ કરંગીયા જેલર ગ્રુપ-૧ની આગેવાની હેઠળની ટીમે સવારે ૧૦:૪૦ થી બપોરે ૧૨:૩૦ દરમિયાન જેલની વિવિધ બેરેક અને યાર્ડમાં ચકાસણી હાથ ધરી હતી. તે દરમિયાન જેલના સર્કલ નંબર-૧ની બેરેક-૧ પાછળ આવેલા પ્રથમ સંડાસની કુંડીમાંથી કેચાડા કંપનીનો સિલ્વર-બ્લેક કલરનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. મોબાઈલમાં બે સીમકાર્ડની જગ્યા વાળો સીમકાર્ડ વગરનો તેમજ ફોન પાછળનું કવર પણ ન હતું. તપાસ દરમિયાન બેરેકમાં રહેલા ૪૩ કાચા આરોપીઓ પાસે પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ કોઈએ મોબાઈલ અંગે કબૂલાત કરી નહોતી.

જેલ તંત્રએ મોબાઈલનો ઉપયોગ કયા આરોપી કે કેદી દ્વારા કરવામાં આવ્યો હતો, તેનાથી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંપર્ક કરવામાં આવતા હતા કે કેમ તેમજ જેલની અંદર પ્રતિબંધિત મોબાઈલ કેવી રીતે પહોંચ્યો તે દિશામાં તપાસ શરૂ કરી છે. ત્યારે સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં બીએનએસ કલમ ૨૨૩ તેમજ પ્રિઝન એક્ટની કલમ ૪૨, ૪૩ અને ૪૫(૧૨) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!