મોરબી જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા યોજાઈ જેમાં પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદેદારોની વરણી કરવામાં આવી છે.ત્યારે મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના ૧૭ સભ્યો અને કોંગ્રેસના ૭ સભ્યો છે જેથી ભાજપની બહુમતી હોવા છતાં અનામત બેઠક માટે ભાજપમાં પ્રમુખ પદ માટે ST અનામત અંગે લાયકાત ધરાવતા સભ્ય ન હોવાથી ફરજિયાત પણે કોંગ્રેસના સભ્યને પ્રમુખ બનાવવા પડ્યા છે અને અન્ય પદ પર ભાજપના હોદેદારોની વરણી કરવામાં આવી છે.
મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ પદ ની બેઠક ST અનામત છે પણ ચૂંટણીમાં નેકનામ બેઠક પર ભાજપના ST ઉમેદવારની હાર થઈ છે તો સામે નેકનામ બેઠક પર કોંગ્રેસના ST ઉમેદવાર ગીતાબેન રમેશભાઈ દુબરીયાની જીત થઈ છે જેથી કુલ ૨૪ સભ્યોમાંથી ST અનામત કેટેગરીમાં આવતી પ્રમુખ પદ માટે લાયકાત ધરાવતા એક માત્ર સભ્ય કોંગ્રેસના હોય જેથી કોંગ્રેસના ગીતાબેન દુબરિયા ને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે વરણી કરવામાં.આવી છે જ્યારે ઉપપ્રમુખ તરીકે ભાજપના વિપુલભાઈ કરશનભાઈ ગળચર, શાસક પક્ષના નેતા તરીકે સવિતાબેન રાઠોડ ,દંડક તરીકે કાજલબેન વિઠલાપરા અને કારોબારી ચેરમેન તરીકે મનીષભાઈ કાંજીયા ની બહુમતીથી વરણી કરવામાં આવી છે.તેમજ હોદેદારોએ અને સભ્યોએ અગાઉના અધુરા રહેલ કામોને વેગ આપવા અને વિકાસના કામો કરવાની તૈયારીઓ શરૂ કરી છે.






