Saturday, May 23, 2026
HomeGujaratવાંકાનેરના કોટડા નાયાણી ગામે પેરોલ ફર્લો સ્ક્વોડનો સપાટો, ૫૨૫૦ લીટર ઠંડો આથો...

વાંકાનેરના કોટડા નાયાણી ગામે પેરોલ ફર્લો સ્ક્વોડનો સપાટો, ૫૨૫૦ લીટર ઠંડો આથો અને ૧૫૦ લીટર દેશી દારૂ ઝડપાયો

ત્રણ અલગ દરોડામાં કાર્યવાહી: એક બુટલેગર ઝડપાયો, એક મહિલા સહિત બે આરોપી ફરાર જાહેર.

- Advertisement -
- Advertisement -

મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે ડેમી નદી કાંઠે અલગ અલગ ત્રણ દરોડા પાડી કુલ ૫૨૫૦ લીટર દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો અને ૧૫૦ લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે એક આરોપીની અટકાયત કરી જ્યારે એક મહિલા સહિત બે આરોપીઓ સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા તેને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.

વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામની સીમમાં ડેમી નદીના કાંઠે પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા પ્રોહિબિશન વિરોધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રથમ દરોડામાં ભુપતભાઈ દેવકરણભાઈ સોલંકી ઉવ.૨૩ રહે.કોટડા નાયાણી તા.વાંકાનેર વાળા પાસેથી ૧૫૦ લીટર દેશી દારૂ ભરેલા ત્રણ કેરબા મળી આવ્યા હતા. પોલીસે અંદાજે રૂ.૩૦ હજારનો મુદ્દામાલ કબજે કરી આરોપીની અટકાયત કરી હતી.

જ્યારે બીજા દરોડામાં કોટડા નાયાણી ગામે ઉપરોક્ત સ્થળે મનસુખભાઈ જગશીભાઈ સોલંકી રહે.કોટડા નાયાણીના ભોગવટાની જગ્યા ડેમી નદીના કાંઠે ચતુર ભુવાની વાડીની બાજુમા ૨૨૫૦ લીટર ઠંડો આથો કિ.રૂ.૫૬,૨૫૦/- મળી આવ્યો હતો. જ્યારે ત્રીજા દરોડામાં આરોપી હંસાબેન દિનેશભાઈ સોલંકી રહે.કોટડા નાયાણીના ભોગવટા વાળી જગ્યાએ ૩૦૦૦ લીટર ઠંડો આથો કિ.રૂ.૭૫ હજાર ઝડપાયો હતો. બંને આરોપીઓ રેડ દરમિયાન હાજર મળી આવેલ ન હતા.

ત્રણેય રેઇડમાં મોરબી ઓએરોલ ફર્લો સ્ક્વોડ ટીમ દ્વારા પકડાયેલ તથા હાજર નહીં મળી આવેલ ત્રણેય આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ અલગ અલગ ગુનાઓ નોંધાવી, વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!