Sunday, May 24, 2026
HomeGujaratવાંકાનેરના ખીજડીયા રાજ ગામેથી ૨૫૦૦ લીટર આથો અને ૭૦ લીટર દેશી દારૂ...

વાંકાનેરના ખીજડીયા રાજ ગામેથી ૨૫૦૦ લીટર આથો અને ૭૦ લીટર દેશી દારૂ ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસની રેઇડમાં વાડીની ઓરડીમાંથી મોટો જથ્થો કબ્જે, વાડી માલીક ફરાર જાહેર.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પોલીસે ખાનગી બાતમીના આધારે ખીજડીયા રાજ ગામની કણકોટીયું સીમ વિસ્તારમાં રેઇડ કરી હતી. પોલીસે નિલેશભાઈ રવજીભાઈ સોલંકી રહે.ખીજડીયારાજ તા.વાંકાનેર વાળાની વાડીમાં આવેલી પતરાની ઓરડીમાં તપાસ કરતાં દેશી દારૂ બનાવવાનો ૨૫૦૦ લીટર ઠંડો આથો અને ૭૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ.૭૬,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રેઇડ દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો જેથી તેને ફરાર દર્શાવી વાંકાનેર તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!