Sunday, May 24, 2026
HomeGujaratમોરબીના પીપળી ગામેથી ભેંસ અને બે પાડીની ચોરી કરનાર રીઢો ચોર ઝડપાયો

મોરબીના પીપળી ગામેથી ભેંસ અને બે પાડીની ચોરી કરનાર રીઢો ચોર ઝડપાયો

મોરબી તાલુકા પોલીસે ગણતરીના દિવસોમાં ગુનો ડીટેક્ટ કરી આરોપી સાથે ત્રણેય પશુઓ કબ્જે કર્યા.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના પીપળી ગામેથી એક ભેંસ અને બે પાડીની ચોરી કરનાર રીઢા ચોરને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કુલ રૂ.૧.૧૦ લાખ કિંમતના ત્રણેય પશુઓ કબ્જે કર્યા છે. અત્રે નોંધનીય છે કે, પકડાયેલ આરોપી સામે અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરીના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ભેંસ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી તાલુકા પોલીસ ટીમે વધુ એક સફળ કામગીરી હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગત તા.૧૮/૦૫/૨૦૨૬ના રોજ નોંધાયેલ ફરિયાદમાં ફરિયાદીના મકાનની બાજુમાં આવેલા વાડામાંથી એક ભેંસ અને બે પાડી મળી કુલ રૂ.૧,૧૦,૦૦૦/-ની કિંમતના પશુઓ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી લઈ ગયો હતો. બનાવની ગંભીરતાને લઈ મોરબી તાલુકા પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે આરોપી દિલીપ ઉર્ફે દિપો જયંતિભાઈ ઘેલડા ઉવ.૨૫ રહે. હાલ ટીંબડી ખાતે પ્રફુલભાઈની વાડીમાં મૂળ આણંદ જીલ્લાના ખંભાત તાલુકાના રાલેજ ગામે ૧૬ વીઘાના ટેકરાનો વતની હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પોલીસે તેને ઝડપી પાડી ચોરીમાં ગયેલી એક ભેંસ અને બે પાડી મળી કુલ ત્રણેય પશુઓ કબ્જે કર્યા હતા.

વધુમાં, પોલીસ તપાસમાં આરોપીનો અગાઉ પણ ગુનાહિત ઈતિહાસ હોવાનું સામે આવ્યું છે. જેમાં આરોપી વિરુદ્ધ ધ્રોલ, ખંભાત રૂરલ તથા હળવદ પોલીસ સ્ટેશનોમાં પણ ચોરીના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ સમગ્ર સફળ કામગીરી મોરબી તાલુકા પોલીસ ઇન્સપેક્ટર એન.એસ. ઘેંટીયા, પોલીસ સબ ઇન્સપેક્ટર એચ.આર. જાડેજા, સી.એસ. સોંદરવા તથા સર્વેલન્સ સ્ટાફની ટીમ રોકાયેલ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!