મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શોભેશ્વર રોડ મફતીયપરા પાણીની ટાંકી પાછળ એક શખ્સ શંકાસ્પદ હાલતમાં જોવા મળતા તેને રોકી તપાસ કરતાં તેની પાસેની પ્લાસ્ટિક થેલીમાંથી વિદેશી દારૂની વિન્ટેઝ જામુન વોડકાની ૧૮૦ મીલી.ની ૧૦ બોટલ કિ.રૂ.૮૦૦/-મળી આવી હતી. આ સાથે પોલીસે આરોપી રાજેશભાઈ પોપટભાઈ વડેચા ઉવ.૩૦ રહે. શોભેશ્વર રોડ મફતીયાપરા મૂળ સિરોઇ તા.હળવદ વાળાની અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહી.હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






