Monday, May 25, 2026
HomeGujaratનકલી DYSP બની ઠગાઈ આચરતા શખ્સને ઝડપી પાડતી રાજકોટ રેન્જ ટીમ

નકલી DYSP બની ઠગાઈ આચરતા શખ્સને ઝડપી પાડતી રાજકોટ રેન્જ ટીમ

રાજકોટ : આર્થિક લાભ મેળવવા માટે DYSP કક્ષાના અધિકારી તરીકે ખોટી ઓળખ ઉભી કરી, ઇલેક્ટ્રોનિક ઉપકરણોની મદદથી બનાવટી ફોટા અને આઈકાર્ડ તૈયાર કરી સોશિયલ મીડિયામાં શેર કરી લોકોને છેતરતો એક શખ્સ રાજકોટ રેન્જ પોલીસ ટીમના હાથે ઝડપાયો છે. આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે સાયલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા અને સોશિયલ મીડિયા મારફતે છેતરપિંડી આચરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ ટીમ સતત કાર્યવાહી કરી રહી હતી. તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતેથી પોલીસ વિભાગના Dy.S.P. તરીકે ખોટી ઓળખ ઉભી કરી સાયબર ક્રાઈમ સહિતના ગુનાઓ આચરી નાગરિકો સાથે છેતરપિંડી કરનાર આરોપી સોહીલખાન બિસ્મીલાખાન પઠાણને સાયલા-સુદામડા ચોકડી નજીક પુલ નીચેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ કરી બનાવટી આઈકાર્ડ, ફોટા અને અન્ય દસ્તાવેજો તૈયાર કરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરતો હતો. આ રીતે તે પોતાની ખોટી સરકારી ઓળખ ઉભી કરી લોકોને વિશ્વાસમાં લઈ આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કરતો હતો. આ સમગ્ર કામગીરી રાજકોટ રેન્જની વિશેષ ટીમ દ્વારા ટેકનિકલ સેલની મદદથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે સાયલા પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!