Monday, May 25, 2026
HomeGujaratગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા-૨૦૨૬ના કાર્યક્રમમાં આંશિક ફેરફાર જાહેર

ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા-૨૦૨૬ના કાર્યક્રમમાં આંશિક ફેરફાર જાહેર

બકરી ઇદની જાહેર રજાની તારીખમાં ફેરફાર થતાં મહેસૂલ વિભાગે ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા-૨૦૨૬ના કાર્યક્રમમાં આંશિક સુધારો જાહેર કર્યો છે. હવે પરીક્ષાનું આયોજન તા.૨૫ મેથી ૩૦ મે ૨૦૨૬ દરમિયાન સુધારેલા કાર્યક્રમ મુજબ કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

મહેસૂલ વિભાગ દ્વારા તા.૦૨/૦૪/૨૦૨૬ના પરિપત્રથી નાયબ મામલતદાર, મહેસૂલી કારકૂન તથા મહેસૂલી તલાટી સંવર્ગના કર્મચારીઓ માટે ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા-૨૦૨૬નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. પરીક્ષાનું આયોજન તા.૨૫/૦૫/૨૦૨૬થી તા.૩૦/૦૫/૨૦૨૬ દરમિયાન રાખવામાં આવ્યું હતું. પરંતુ સામાન્ય વહીવટ વિભાગના તા.૨૨/૦૫/૨૦૨૬ના જાહેરનામા મુજબ બકરી ઇદની જાહેર રજા તા.૨૭ મેના બદલે તા.૨૮ મે ૨૦૨૬, ગુરુવારના રોજ જાહેર થતાં મહેસૂલ વિભાગે પરીક્ષાના કાર્યક્રમમાં આંશિક ફેરફાર કર્યો છે. આ અંગે તા.૨૩/૦૫/૨૦૨૬ના પરિપત્રથી સુધારેલ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

સુધારેલા કાર્યક્રમ મુજબ પ્રશ્નપત્ર નં.૧ની પરીક્ષા તા.૨૫ મે, પ્રશ્નપત્ર નં.૨ની તા.૨૬ મે, પ્રશ્નપત્ર નં. ૩ની તા.૨૭ મે, જ્યારે પ્રશ્નપત્ર નં.૪ની પરીક્ષા હવે તા.૨૯ મે ૨૦૨૬ના રોજ લેવામાં આવશે. પરીક્ષાનો સમય સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ સુધી હેતુલક્ષી (પુસ્તકો સિવાય) તથા ત્યારબાદ ૧૧:૪૦ થી ૧૩:૪૦ સુધી વર્ણનાત્મક (પુસ્તકો સાથે) રહેશે. મહેસૂલ વિભાગે સંબંધિત તમામ કર્મચારીઓને સુધારેલા પરીક્ષા કાર્યક્રમની ખાસ નોંધ લેવા સૂચના આપી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!