Monday, May 25, 2026
HomeGujaratહળવદના ટીકર(રણ)માં થાર ગાડી ઉપર સ્ટંટ કરનાર યુવક પોલીસના હાથે ઝડપાયો

હળવદના ટીકર(રણ)માં થાર ગાડી ઉપર સ્ટંટ કરનાર યુવક પોલીસના હાથે ઝડપાયો

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં હળવદ પોલીસે કાર્યવાહી કરી, લાયસન્સ વગર જોખમી ડ્રાઇવિંગ બદલ ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના ટીકર(રણ) વિસ્તારમાં થાર ગાડી પર જોખમી સ્ટંટ કરી સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરનાર યુવક સામે પોલીસે ગુનો નોંધી અટકાયત કરી છે. તપાસ દરમિયાન યુવક લાયસન્સ વગર ગાડી ચલાવતો હોવાનું પણ બહાર આવતા પોલીસે બીએનએસ તથા મોટર વ્હિકલ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં ટીકર(રણ) વિસ્તારમાં એક ઈસમ મહિન્દ્રા કંપનીની થાર કારની ઉપર બેસી સ્ટંટ કરી કાર છુટા હાથે ચલાવતો વિડીઓ વાયરલ થયેલ, જે વિડીઓને આધારે હળવદ પોલીસે તપાસ કરતા હળવદ તાલુકાના મીંયાણી ગામના આશિષભાઈ ચંદુભાઈ રંભાણી ઉવ.૨૦ નામના યુવકને ઝડપી લીધો હતો. પકડાયેલ આરોપી આશિષભાઈની સઘન પૂછતાછમાં થાર કાર નંબર જીજે-૩૬-એસી-૦૧૩૦ સાથે ટીકર(રણ) વિસ્તારમાં જોખમી સ્ટંટ કર્યા હોવાનું સ્વીકાર્યું હતું. જ્યારે આરોપીની વધુ પૂછપરછ દરમિયાન આરોપી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ સાથે હળવદ પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ મોટર વાહન અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!