મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ભડિયાદ રોડ પર આવેલા માહી એપાર્ટમેન્ટમાં રેઇડ કરી ઈંગ્લીશ દારૂની ૨૪ બોટલ કબજે કરી હતી. રેઇડ દરમિયાન આરોપી સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી બી ડિવિઝન પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.
મોરબી-૨ ભડિયાદ રોડ પર હરીઓમ સોસાયટીના માહી એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે આવેલ રહેણાંક મકાન ખાતે પોલીસે પૂર્વ બાતમીને આધારે રેઇડ કરી હતી. જ્યાં આરોપી મહિપભાઈ ઉર્ફે ભુરો રવજીભાઈ વઘેલાના રહેણાંક મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડ અને ક્ષમતાની ઈંગ્લીશ દારૂની કુલ ૨૪ નંગ બોટલ કિ.રૂ.૧૦,૫૫૭/-મળી આવી હતી. રેઇડ દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો અને હાલમાં તેની શોધખોળ ચાલી રહી છે. ત્યારે બી ડિવિઝન પોલીસે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






