ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા બાદ પોલીસ દ્વારા શોધખોળ શરૂ.
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા ૬૦ વર્ષીય સોનલબેન ભુપતભાઈ મોરવાડીયા ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી જતા ગુમ થયા છે. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે જાણવાજોગ નોંધ કરી વૃદ્ધાની શોધખોળ શરૂ કરી છે.
મોરબીના વીસીપરા વિસ્તારમાં શક્તિ મેડિકલવાળી શેરીમાં રહેતા સોનલબેન ભુપતભાઈ મોરવાડીયા ઉવ.૬૦ ગત તા.૧૪ મેના રોજ સવારે આશરે ૯થી ૯:૩૦ વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા. ત્યારબાદ તેઓ પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. ગુમ થયેલા સોનલબેન શરીરે પાતળા બાંધાના છે અને તેમણે લીલા રંગની ટપકીવાળી સાડી તથા બ્લુ રંગનું બ્લાઉઝ પહેર્યું છે. તેમના જમણા હાથ પર ‘સોનલબેન’ નામ ગુજરાતીમાં ત્રોફાવેલું છે. તેઓ અંદાજે પાંચ ફૂટ છ ઇંચ ઊંચાઈ ધરાવે છે તેમજ ઘઉંવર્ણના છે અને તેમની મગજની દવા પણ ચાલુ છે.
બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે જાણવાજોગ નોંધ કરી તપાસ શરૂ કરી છે. વૃદ્ધા અંગે કોઈ માહિતી મળે તો તપાસ અધિકારી પોલીસ હેડ કોન્સ્ટેબલ સતીષભાઈ ગરચર મોબાઇલ નં. ૯૩૭૭૨ ૩૭૦૩૭ અથવા બી ડિવિઝન પોલીસ મથક ૬૩૫૭૨ ૪૦૭૧૮ ઉપર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.






